અમદાવાદ -મારું પિયર ઘર

મને આવે ખુબ યાદ અમદાવાદ,

જેમ ભર્યા ભાણાનો સ્વાદ અમદાવાદ.

 

મને લાગતું એવું કે મો ભરીને આરોગતી હોઉં,

એવો સતનારણનો પ્રસાદ,અમદાવાદ.

 

ભલે સાસરીયે સો હિંડોળાખાટ,પણ

મારા પિયરનો સાદ, અમદાવાદ